જાહેર કાર્યક્રમમાં DMના ટેબલ પર નકલી પાણીની બૉટલ આવતાં જ તંત્રએ ઠેર-ઠેર દરોડા પાડી 2663 નકલી પાણીની બૉટલનો નાશ કર્યો !
ઉત્તર પ્રદેશના બાગપતમાં જિલ્લા મેજિસ્ટ્રેટ (ઉખ)ની સૂચના પર, ખાદ્ય વિભાગે નકલી ઉત્પાદનો સામે કાર્યવાહી કરી અને પાણીની ૨ હજાર ૬૬૩ નકલી બોટલોનો નાશ કર્યો. નકલી પાણી કૌભાંડ પકડયા પછી, ઉખએ હવે સૂચનાઓ આપી છે કે, જે સંસ્થાઓ સંગ્રહ કરેલી શાકભાજી રાંધે છે અને તેને ઘણા દિવસો સુધી રસોઈ બનાવીને પીરસે છે અને મામો અને સમોસા વગેરે સાથે પીરસવામાં આવતી ચટણી માં રંગ ઉમેરે છે, તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. હકીકતમાં, જ્યારે ઉખ જિતેન્દ્રપ્રતાપ સિંહે એક ઈવેન્ટ દરમિયાન ટેબલ પર એક નકલી પાણીની બોટલ જોઈ, તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા અને અધિકારીઓને બોલાવીને તેની જાણકારી આપી. આ પછી, અધિકારીઓએ દરોડા પાડ્યા અને ‘બિસલેરી’ બ્રાન્ડ જેવા જ પણ ‘બિલસેરી’ના ભળતા જ નામની પાણીની બોટલો વેચતી દુકાનો અને વેરહાઉસ પર દરોડા પાડયા. સરકારી નિવેદન અનુસાર, શનિવારે ભાગપત ‘તહેસીલ કમ્પ્લીટ સોલ્યુશન ડે’ દરમિયાન, જિલ્લા મેજિસ્ટ્રેટ જિતેન્દ્ર પ્રતાપ સિંહ અને પોલીસ અધિક્ષક અર્પિત વિજયવર્ગીય જિલ્લાની સરહદ પર આવેલી પોલીસ ચોકી નિવાડા પહોંચ્યા હતા. ઉખની સામે નકલી ૫૦૦ ખક પાણીની બોટલ મૂકવામાં આવી હતી. બોટલ પર ન તો ફૂડ લાયસન્સ નંબર હતો કે ન તો અન્ય કોઈ પુરાવા. જ્યારે ઉખએ તેને હાથમાં લઈને તપાસી તો તેમને ખબર પડી કે તે નકલી પાણીની બોટલ હતી. તેમણે ફૂડ સેફ્ટી વિભાગના અધિકારીઓને સ્થળ પર બોલાવ્યા અને પાણીની શુદ્ધતા તપાસવાનો આદેશ આપ્યો. આ પછી ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ કમિશનર માનવેન્દ્ર સિંહે પોલીસ ચોકીના ઈન્ચાર્જ નિવાડાની પૂછપરછ કરી. જિલ્લા મેજિસ્ટ્રેટે યુપીમાં ભેળસેળીયા તત્વો સામે લાલ આંખ કરી છે અને જો હોટલમાં કે રેસ્ટોરન્ટમાં ગ્રાહકોને વાસી ભોજન પીરસવામાં આવશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવા તંત્રને સૂચના આપી છે.