નવરાત્રિ પર્વમાં વલસાડ અભયમ, ૧૮૧ મહિલા હેલ્પ લાઈન ટીમ મહિલાઓની મદદ, માર્ગદર્શન અને બચાવ માટે તૈનાત રહેશે. મહિલાઓ અને યુવતીઓ મોટી સંખ્યામાં ગરબા સ્થળે આવતી હોવાથી તેઓ સાથે કોઈ અનિચ્છનિય ઘટના નહીં બને અને સુરક્ષિત રીતે ગરબા રમી શકે તે માટે પોલીસ સાથે અભયમ ૧૮૧ મહિલા હેલ્પ લાઈનની ટીમ પણ ફરજ બજાવશે. ગુજરાત સરકારની અભયમ હેલ્પલાઈન મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ગૃહ વિભાગ તેમજ ઈસ્મૈ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા કાર્યાન્વિત છે જે દિવસે દિવસે મહિલાઓમાં વધું થી વધુ વિશ્વસનીય અને સાચી સહેલી તરીકે ઉભરી રહી છે. અભયમ ટીમની ૨૪ઠ૭ સેવાઓ કાયમી હોય છે, જેઓ પીડિત મહિલાઓને સમયસર મદદ, માર્ગદર્શન અને બચાવની અગત્યની કામગીરી ફરજના ભાગ રૂપે બજાવે છે. વિશેષ નવરાત્રિ પર્વને ધ્યાનમાં રાખી ગરબા સ્થળે આજુબાજુના વિસ્તારમાં ફરજની સાથે પેટ્રોલિંગ પણ કરશે, જેથી કોઈ અઘટિત બનાવ બને નહી અને મહિલાઓ સુરક્ષિત રીતે ગરબાનો આનંદ માણી શકે.