Wednesday, March 12, 2025

અઠવાડિયામાં ડૅન્ગ્યુનાં 26 કેસ…

 

રાજકોટ મનપાની આરોગ્ય શાખા

દ્વારા રોગચાળાનાં પડકારને પહોંચી વળવા માટે ઘનિષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે જેમાં જુદા જુદા વિસ્તારમાં ૩૬૦ ટીમો દ્વારા ૯૩૯૬૨ ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી આમ છતા પણ મચ્છરનો ભારે ઉપદ્રવ હોવાનાં કારણે તા. ૩૦ થી ૬ સુધીમાં એટલે કે માત્ર ૭ દિવસમાં જ ડેન્ગ્યુનાં ર૬ કેસ નોંધાયા હતા. જયારે મેલેરીયાનાં ર કેસ નોંધાયા હતા. ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેક્સ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૩૪૦ પ્રીમાઈસીસ (બાંધકામ સાઈટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઈન્ડસ્ટ્રીઝ. હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પંપ, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંક માં ૩૬૫ અને E કોર્મશીયલ ૧૨૮ આસામીને નોટીસ આપવામાં આવેલ તથા = રૂા.૬૨,૩૫૦/- નો વહિવટી ચાર્જ – વસુલવામાં આવેલ છે રાજકોટ શહેરમાં ૧-૧-૨૪ થી અત્યાર સુધીમાં શરદી ઉધરસનાં કેસ ૩૮૯૭૬ સામાન્ય તાવનાં કેસ ૧૫૦૩૩ તથા ઝાડા-ઉલ્ટીનાં કેસ ૧૦૬૧૮, ટાઈફોડ તાવના કેસ ૭૬, કમળાનાં કેસ ૭ મરડાનાં કેસ ૧ અને કોલેરાનાં ૫ કેસ નોંધાયા છે.

न्यू अपडेट
राशिफल
लाइव स्कोर
आज का मौसम

RELATED NEWS