Wednesday, March 12, 2025

શોખ અને રોકાણના હેતુથી 22 કિલો સોનાના દાગીના ખરીદયા:સાગઠિયા…..

રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠીયાના ભાઈની ઓફિસમાંથી મળેલા 22 કિલો સોનાના દાગીના અને બિસ્કીટ હાલ રાજયભરમાં ચર્ચાનો વિષય બન્યા છે. આ તમામ સોનાના દાગીના કયાંથી આવ્યા અને કયા હેતુથી ખરીદવામાં આવ્યા હતા તે દિશામાં એસીબીએ તપાસ શરૂ કરી છે.

પુછપરછમાં સાગઠીયાએ એવું રટણ કર્યું છે કે તેને અને તેના પત્નીને સોનાના દાગીનાનો ખુબ જ ‘શોખ’ હોવાથી આટલા જંગી જથ્થામાં સોનાના દાગીના ખરીદ કર્યા હતા ! આ ઉપરાંત તેની પાછળ ‘ઈન્વેસ્ટમેન્ટ’નો પણ હેતુ હતો. જોકે આટલા બધા દાગીના ખરીદવાના નાણાં કયાંથી આવ્યા તે બાબતે કોઈ ખુલાસો કર્યો નથી. આ સ્થિતિમાં એસીબીએ આટલા જંગી જથ્થામાં સોનાના દાગીનામાંથી ખરેખર સાગઠીયાએ કેટલા ખરીદયા, કેટલા તેને ગીફટ તરીકે મળ્યા અને કેટલા તેને કોઈ કામ કરી આપવા બદલ લાંચ પેટે મળ્યા તે દિશામાં ઘનિષ્ઠ તપાસ શરૂ કરી છે.

એસીબીએ તપાસ કરતાં ઘણાં બધા દાગીના એવા પણ મળ્યા છે કે જે આજ સુધી પહેરવામાં જ આવ્યા નથી. જેનો મતલબ છે કે દાગીના કોઈપણ રીતે આવ્યા બાદ તેને સીધા તિજોરી કે અન્ય જગ્યાએ મુકી દેવામાં આવ્યા હતા. બાજુબંધ હાર અને પેન્ડન્ટ સહિતના અડધો ડઝન દાગીના એવા મળ્યા છે જેમાં સાગઠીયા અને તેના પત્નીના લેમિનેટેડ કરાયેલા ચિત્રો છે.

સોનાના દાગીના ખરીદી ના બીલ બાબત હજુ કોઈ ચોક્કસ માહિતી ન હોય કેટલાક સોના ના વ્યાપારી પણ તપાસ થશે ? સોનાના દાગીના ખરેખર કયાંથી ખરીદ કરવામાં આવ્યા છે તે દિશામાં એસીબીએ તપાસ શરૂ કરી છે. કારણ કે આ દાગીના સાથે આવેલા મૂળ બોકસ ગાયબ કરી દેવાયા છે, તેના બદલે આ તમામ દાગીના પ્લાસ્ટિકના બોકસમાં પેક કરેલા મળ્યા છે.

સાગઠીયાએ ચેકથી અને રોકડેથી આ દાગીના ખરીદયાનું રટણ કર્યું છે. જેનું ક્રોસ વેરીફિકેશન એસીબી કરી રહી છે. મોટાભાગના દાગીના રાજકોટથી જ ખરીદ કર્યાનું પણ કહી રહ્યો છે. જયારે સોનાની જે ઘડિયાળો કબજે થઈ છે તેમાંથી અમુકની ખરીદી કર્યાનું અને અમુક ગીફટમાં મળ્યાનું પણ તે કહી રહ્યો છે. ડાયમંડ જવેલરી પોતે ખરીદ કર્યાનું કહી રહ્યો છે.

સાગઠીયાએ આઠેક વખત વિદેશ પ્રવાસ કર્યાનું બહાર આવ્યું છે. જેનું પેમેન્ટ ખરેખર કોણે કર્યું હતું તે દિશામાં પણ એસીબી તપાસ કરી રહી છે. હાલ સાગઠીયા એસીબી તેની મિલકતોને લઈને નવા ખુલાસા થવાની સંભાવના નકારાતી નથી.

न्यू अपडेट
राशिफल
लाइव स्कोर
आज का मौसम

RELATED NEWS