Wednesday, March 12, 2025

ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે સર્વેલન્સ ચેકિંગ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના….

અહેવાલ : જયેશ માંડવીયા

રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ દ્વારા FSW વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શહેરના દૂધ સાગર રોડ પર આવેલ રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો.ઓ. મિલ્ક પ્રોડ્યુસર યુનિયન લિમિટેડમાં જિલ્લામાંથી આવતા દૂધ સપ્લાયરોના ટેંકરોની ચકાસણી કરી અલગ -અલગ ટેંકારોમાંથી દૂધ (લુઝ) ના કુલ- 15 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.

ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શહેરના રૈયા ચોકડી થી રૈયા ગામ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 12 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ 19 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.

न्यू अपडेट
राशिफल
लाइव स्कोर
आज का मौसम

RELATED NEWS