અહેવાલ : જયેશ માંડવીયા
ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની પ્રથમ દિવસની પ્રથમ શાળા ૨૧ મા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪.નરેન્દ્રભાઈ મોદીજીના વિચારબીજની ફળશ્રુતિ અને ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ “૨૧ મા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ અંતર્ગત પાટણના સિદ્ધપુર તાલુકાના ગણેશપુરા ગામે પ્રાથમિક શાળામાં . કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા.

ગણેશવંદના, પ્રેરણાદાયી “મનુષ્ય તું બડા મહાન હૈ” ગીતથી થયેલ મીઠો આવકાર, વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત કાર્યક્રમ, લર્નિંગ કોર્નર, વૃક્ષારોપણ, સ્માર્ટ ક્લાસરુમ અને ગ્રામજનોના ઉત્સાહે બાળકોની શૈક્ષણિક યાત્રાને યાદગાર બનાવશે.આ શાળામા હાલ ૪૧૮ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને આજે આંગણવાડીમાં ૦૮, બાલવાટિકામાં ૬૮, ધોરણ-૧ માં ૩૩, ધોરણ-૯ માં ૪૯ એમ કુલ ૧૫૮ નવા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. જે પૈકી ૮૬ કુમાર અને ૭૨ કન્યાઓ છે.
આ પ્રસંગે શંભુભાઈ દેસાઈ, શાંતાબેન પ્રજાપતિ, વિષ્ણુભાઈ પટેલ, દિલીપસિંહ ઠાકોર, જયેશભાઈ પંડ્યા, વિક્રમસિંહ ઠાકોર, જશુભાઈ પટેલ, માનજીજી રાજપૂત, જિજ્ઞાબેન, મહેન્દ્રસિંહ, પ્રકાશભાઈ સહિત આગેવાનો, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.
ગામમાં ૧૦૦% શિક્ષણની નેમ સાથે ઉજ્જવળ ભવિષ્યની સૌને શુભકામનાઓ પાઠવી.