હાલ ભારત સરકાર દ્વારા ટી.બી.મુક્ત ભારત નું દેશ વ્યાપી અભિયાન ચાલી રહ્યું છે.તે અંતર્ગત થયેલા સર્વે માં ડોળાસા નજીક ના જાંજરિયા ગામ ને આરોગ્ય વિભાગ દ્વારા ટી.બી.મુક્ત જાહેર કરવા માં આવ્યું છે.

ગીર સોમનાથ જિલ્લા ખાતે ટીબી મુક્ત ભારત બને તે માટે આરોગ્ય વિભાગ ની ટીમ દ્વારા દેશ ભર માં ગામે ગામ નો ટી.બી.સર્વે થઈ રહ્યો છે. જેમાં ૨૦૨૩ માં ગીર સોમનાથ જિલ્લાના તમામ ગામોમાં એક સર્વે કરવામાં આવ્યો હતો કે કયા ગામ ની અંદર કેટલા ટીબી નાં દર્દી છે . તેમાં ગીર સોમનાથ જિલ્લાના 31 ગામો માં એક પણ ટીબી નાં દર્દી ન હોવાનું બહાર આવ્યું હતું.
તેમાં ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના ૨ ગામો ટી બી.મુક્ત જાહેર થયા હતા. તેમાં જાંજરિયા તેમજ નીતલી ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગીર ગઢડા આરોગ્ય ટીમ કલેકટર જાડેજા સાહેબ તેમજ ધારાસભ્ય ડો પ્રદ્યુમનભાઈ વાજા એ જાંજરિયા ગામ આગેવાનો અને લોકો ને પ્રોત્સાહિત કર્યા હતા.જાંજરિયા ગામ વતી સરપંચ પ્રફુલ્લભાઇ વાળા ને એવોર્ડ એનાયત કરવા માં આવ્યો હતો.આ પ્રસંગે કોડીનાર ધારાસભ્ય ડૉ.પ્રદ્યુમનભાઈ વાજા ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.