તા.03/06/2024 ને સોમવારે સમય 11:00 વાગ્યે રેશકોર્ષ ગ્રાઉન્ડ ખાતે ટી.આર.પી.ગેમ ઝોનની બેકાબૂ આગમાં અકાળે મૃત્યુ પામેલા લોકોને સમગ્ર ગુજરાત રાવળદેવ સમાજ દ્વારા કેંડલમાર્ચ જલાવી ડાક ડમરુ વગાડી શિવના નાદ સાથે અશ્રુભીની શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અને આ ઘટનાને સ્પષ્ટ શબ્દોમાં વખોળી કાઢી દોશીતોને અને બેદરકાર અધિકારીઓને કાયદાની રૂએ કડકમાં કડક સમાજમાં દાખલારૂપ સજા થાય અને અકાળે મૃત્યુને ભેટેલા આત્માને પરમ શાંતિ અને ન્યાય મળી રહે એવી રાવળદેવ સમાજ દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી હતી. તથા થોડા દિવસો પહેલા પ્રખ્યાત કથાકાર જયદેવ મહારાજ દ્વારા સમસ્ત રાવળદેવ સમાજ અને તેમના ડાક ડમરુ વિષે અને ભૂવાઓ વિષે જાહેર જનતાની સામે વ્યાસપીઠની મર્યાદા નેવે મૂકી અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી,અને તેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો જેના કારણે સમગ્ર રાવળદેવ સમાજ અને ભુવાશ્રીઓની પ્રતિષ્ઠા ને ઠેસ પહોંચે તેવા અભદ્ર વાણી વિલાસ અને જાહેરમાં રાવળદેવ સમાજને તથા માતાજીનાં ભૂવાશ્રીઓને અન્ય સામાજની સામે નીચું દેખાડવાના પાયાવિહોણા પ્રયાસો કરવામાં આવ્યા હોય અને સમાજની તથા ભૂવાશ્રીઓની લાગણી દુભાણી હોય અને પ્રચંડ જનાક્રોશ ફાટી નીકળ્યો હોય

તેના અનુસંધાને સમગ્ર ગુજરાત રાવળદેવ સમાજ દ્વારા તા.03/06/2024 ને સોમવારે સમય 11:00 વાગ્યે રેશકોર્ષ ગ્રાઉન્ડથી લઈને શ્રી જિલ્લા સેવા સદન કચેરી રાજકોટ સુધીની રેલી ગાંધી ચિંધ્યા માર્ગે યોજી જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને રૂબરૂમાં આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને સમગ્ર સમાજ દ્વારા જયદેવ મહારાજ જાહેરમાં આવી લેખિતમાં સમાજની તથા ભુવાશ્રીઓની માફી માંગે એવી ગુજરાતના સમગ્ર રાવળ સમાજ દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી હતી. જો માફી નહીં માંગવામાં આવે તો ઉગ્ર આંદોલન કરી તેમની ચાલુ કથામાં ગાંધી ચિધ્યા માર્ગે ડાકડમરૂના સથવારે શિવશક્તિ ના જયઘોષ અને નારા લગાવી અમારા ક્રોધને ઠાલવી ન્યાય તો મેળવીને જ જંપીશું તેવી ઉગ્ર રજુઆત કરી ડાકડમરુના સંગાથે ૐ નમઃ શિવાયની પ્રાચીન ધૂનના પ્રચંડ ઉચ્ચારણ અને નાદ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમના અનુસંધાને રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે બહોળી સંખ્યામાં સમગ્ર ગુજરાતનાં રાવળદેવ સમાજના અગ્રણીઓ તથા વડીલો તથા યુવાનો અને ભાઈઓ બહેનો અને અન્ય સમાજના ભુવાશ્રીઓ ઉપસ્થિત રહયા હતા જેમાં,
શ્રીમાન વલ્લભભાઈ એમ. બારડ (પ્રમુખશ્રી:- રાવળદેવ સમાજ રાજકોટ) શ્રીમાન ભરતભાઈ જે.મુંજારિયા પ્રમુખશ્રી (રાવળ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ) તથા ભરતભાઈ સૌગાકવાળા સમાજ અગ્રણી શ્રીમાન દિલીપભાઇ સરવૈયા, તથા શ્રીમાન રાજીવભાઈ રાઠોડ રાજકોટ તથા ભરતભાઈ ચૌહાણ નવાગઢ તથા બાબુભાઇ વાળા વિરપુર જલારામ તથા શ્રીમાન બાબુભાઈ ભોરાણા, તથા સુખદેવભાઈ બોડા, તથા શ્રીમાન દિનેશભાઈ ડાભી, તથા શ્રીમાન મુનાભાઈ મુંજારીયા તથા શ્રીમાન હરેશભાઈ બોરણા તથા શ્રીમાન જયદેવભાઈ બોડા, દિનેશભાઈ ડાભી,તથા રાજુભાઈ સોઢા રાણાવાવ તથા પરબતભાઇ ચુડાસમા રાણાવાવ તથા સમગ્ર ગુજરાતમાંથી આવેલા રાવળદેવ સમાજના ડાકના નામી અનામી કલાકારો અને સમાજના ભાઈઓ તથા બહેનોએ પોતાની બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ નોંધાવી કાર્યક્રમને પ્રચંડ વેગવંતો બનાવવાના સહભાગી બની કૃતાર્થ થયા હતા.