Saturday, March 15, 2025

ચૂંટણી પહેલા જ બીજેપી હારી રહી છે યુપીની આ સીટો? જાણો સમીકરણ?

લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશ સૌથી મહત્વનું રાજ્ય મનાય છે. અહીં જે પાર્ટીની પકડ મજબુત થઈ તેનું સત્તામાં આવવાનું નિશ્ચિત મનાય છે.

કદાજ આ જ કારણ છે કે બીજેપી યુપીમાં પુરી તાકાત લગાવી રહી છે. જો કેે કેટલીક સીટો પર બીજેપીની હાલત ટાઈટ છે અને કોઈપણ ભોગે ડેમેજ કંટ્રોલમાં લાગી ગઈ છે.

લોકસભા ચૂંટણી પહેલા મણિપુરમાં ફરીથી ભડકી હિંસા, 3 ઘાયલ, ત્રણ જિલ્લાઓમાં તણાવ પશ્ચિમ યુપીમાં બીજેપી વિરોધ અને બહિષ્કારના વમળમાં ફસાઈ રહી છે. મેરઠના ઠાકુર ચૌબીસીથી શરૂ થયેલો બીજેપીનો વિરોધ હવે સહારનપુર સુધી પહોંચ્યો છે. ક્ષત્રિય સ્વાભિમાન મહાકુંભમાં ક્ષત્રિયોએ બીજેપીનો વિરોધ કરવાની જાહેરાત કરી છે. ક્ષત્રિય સમાજે આકરા સ્વરમાં કહ્યું છે કે તેઓ સન્માન સાથે કોઈ બાંધછોડ નહીં કરે અને આ લોકસભાની ચૂંટણીમાં ભાજપને પાઠ ભણાવશે. ક્ષત્રિય સમાજની આ જાહેરાતથી પશ્ચિમમાં બીજેપીનું ટેન્શન વધ્યુ છે. પશ્ચિમ યુપીથી બીજેપી મિશન 80 માટે યોજના પર કામ કરી રહી છે, પરંતુ પશ્ચિમમાં તેની યોજનાને રોકવા માટે ક્ષત્રિયો યુદ્ધમાં ઉતર્યા છે. સહારનપુરના નાનૌતામાં ભાજપ વિરુદ્ધ ક્ષત્રિય સ્વાભિમાન મહાકુંભ થયો હતો, જેમાં હરિયાણા અને રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાંથી ક્ષત્રિય સમાજના નેતાઓ આવ્યા હતા.

न्यू अपडेट
राशिफल
लाइव स्कोर
आज का मौसम

RELATED NEWS