Saturday, March 15, 2025

સ્પા-મસાજની આડમાં દેહ વ્યાપારનો ગોરખ ધંધો ચલાવનારને ઝડપી પાડતી સુરત પોલીસ

અડાજણ ભૂલકા ભવન જલારામ હોન્ડાના શોરૂમ પાસે આવેલી એક દુકાનમાં સ્પા-મસાજની આડમાં મહિલાઓ પાસે દેહ વ્યાપાર પોલીસે ઝડપી પાડયા

સત્ય ઉજાગર પ્રતિનિધિ દ્વારા

સુરતમાં પોલીસની સતર્કતાનો વધુ એક દાખલો સામે આવ્યો છે જેમાં સ્પા–મસાજ પાર્લરની આડમાં ચાલતા દેહવ્યાપારના ગેરકાયદેસર ધંધા કરનાર વ્યક્તિને અડાજણ પોલીસે ઝડપી પાડ્‌‌યો છે.
સુરતમાં અડાજણ પોલીસે સ્પા મસાજની આડમાં દેહ વ્યાપારનો ગોરખ ધંધો ચલાવનાર એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ બાબતે મળતી માહિતી મુજબ અડાજણ પોલીસને બાતમી મળી હતી કે, અડાજણ ભૂલકા ભવન જલારામ હોન્ડાના શોરૂમ પાસે આવેલી એક દુકાનમાં સ્પા-મસાજની આડમાં મહિલાઓ પાસે દેહ વ્યાપાર કરાવવામાં આવે છે. જેથી પોલીસે બાતમીના આધારે એક ડમી ગ્રાહક મોકલી ખરાઈ કરાવી હતી અને ત્યારબાદ રેડ કરી પોલીસે એક મહિલા અને સ્પાનું સંચાલન કરતા સંચાલકને ઝડપી પાડ્‌‌યો છે.
અડાજણ પોલીસે આલમ ઉર્ફે રોબી દુલાલ શેખની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપી મૂળ પશ્ચિમ બંગાળનો હોવાનું જણાવ્યું હતું અને અહીં સંચાલક તરીકે નોકરી કરે છે. પોલીસની પૂછપરછમાં સ્પાનો માલિક મયુરભાઈ નાઈ છે. જાેકે, પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. હાલ તો પોલીસે સ્પાના માલિકને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.

न्यू अपडेट
राशिफल
लाइव स्कोर
आज का मौसम

RELATED NEWS