નાયબ કમિશનર સ્વપ્નિલ ખરે અને સિટી એન્જિનિયરઓ વગેરે અધિકારીઓ સાથે રહ્યા

અહેવાલ : જયેશ માંડવીયા
સવારથી વરસાદ શરૂ થયો હતો. રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર દેવાંગ દેસાઈ ખુદ ઈસ્ટ ઝોનના વિવિધ વિસ્તારમાં જઈ વરસાદી પાણીના નિકાલ અને વોટર લોગીંગ અંગે મુલાકાત કરી હતી. અધિકારીઓ સાથે રહીને ઈસ્ટ ઝોનમાં વોંકળા સફાઈ અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા અંગે નિરીક્ષણ કર્યું હતું.

મ્યુનિ. કમિશનર દેવાંગ દેસાઈએ આજે આજી જી.આઈ.ડી.સી. ખાતે આવેલ વોંકળાની મુલાકાત કરી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા અંગે નિરીક્ષણ કર્યું હતું. ઉપરાંત દૂધસાગર રોડ ફારૂકી મસ્જીદ પાસે અને ભગવતીપરા ખાતે વોટર લોગીંગની સ્થિતિમાં પાણીના નિકાલ માટેની વ્યવસ્થા સુનિશ્ચિત કરાવી હતી. ઈસ્ટ ઝોનમાં વોર્ડ નં.૧૮માં આવેલ રિદ્ધિ સિદ્ધિના નાલે પણ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા અને સફાઈ અંગે નિરીક્ષણ કર્યું હતું.
આજે ચાલુ વરસાદ દરમ્યાન નાયબ કમિશનર , સ્વપ્નિલ ખરે અને ચેતન નંદાણી, સિટી એન્જિનિયર વગેરે અધિકારીઓએ વિવિધ વિસ્તારોમાં જઈને વરસાદી પાણીના નિકાલની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
છેલ્લા ૨૪ કલાકમાં રાજકોટ શહેરમાં વર્તમાન સ્થિતિમાં વિવિધ વિસ્તારોમાં કુલ-૬ વૃક્ષો અને ૨૦-ડાળીઓ પડેલ. જે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક દુર કરવામાં આવેલ. જેમાં સેન્ટ્રલ ઝોનમાં ૩-વૃક્ષો (સ્વામિનારાયણ ચોક, પી.ડી.માલવીયા પાછળ અને બજરંગવાડી મેઈન રોડ) અને ૫-ડાળીઓ, વેસ્ટ ઝોનમાં ૧૧-ડાળીઓ અને ઈસ્ટ ઝોનમાં ૩-વૃક્ષો (રણછોડનગર, કનકનગર બગીચો અને વોર્ડ નં.૧૬ની વોર્ડ ઓફિસ) અને ૪-ડાળીઓ પડેલ હતી. આ ઉપરાંત હાથીખાનામાં એક મકાનની દિવાલ પડવાની ફરિયાદ અને ગાંધીગ્રામ અને નિર્મલા રોડ ઉપર ઝાડ પડવાની ફરિયાદ આવતા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી.
મ્યુનિસિપલ કમિશનર સાથે નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે, સિટી એન્જી. અઢીયા, નાયબ પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી, ડી.ઇ.ઇ. ઓ અંબેશ દવે, નિકેશ મકવાણા અને બોરણીયાભાઈ હાજર રહ્યા હતા.