અહેવાલ : જયેશ માંડવીયા
ગોંડલ તાલુકા પોલીસે ગુનો નોંધ્યો: 480 બોટલ, કાર સહિત રૂા. 4.51 લાખનો મુદ્દામાલ જપ્ત.ગોંડલ તાલુકાના લુણીવાવ ગામની સીમમાંથી પોલીએ દરોડો પાડતા આરોપી દારૂ ભરેલી કાર મૂકી ફરાર થઈ જતા, તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

આ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, રાજકોટ એસપી નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોડે દારૂ તથા જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ પર નજર રાખી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપી હતી.
જેના પગલે ડીવાયએસપી કે. જી.ઝાલા, સર્કલ પીઆઈના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર. જે. જાડેજા પોતાની ટીમ સાથે ફરજ પર હતા ત્યારે દરમિયાન હેડ કોન્સ્ટેબલ રૂપકભાઇ બોહરા, કોન્સ્ટેબલ રવિરાજસિંહ વાળા, રણજીતભાઇ ધાધલને મળેલ બાતમીના આધારે ઉમવાડાથી લુણીવાવ જવાના રસ્તે છાપરવાડી ડેમની ઓફીસ પાસે સરકારી ખરાબામાં દરોડો પાડતા ત્યાં પડેલ એક ઇકો કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
દારૂનું કટિંગ થતું હોવાની શંકા છે. તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રૂ. 1,51,800નો દારૂ. 3 લાખની કિંમતની ઇક્કો કાર મળી રૂ.4,51,800નો મુદામાલ કબ્જે કરાયો છે. કાર માલિક અને ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ કામગીરી પીએસઆઇ આર.જે.જાડેજા, હેડ કોન્સ્ટેબલ મયુરધ્વજસિંહ રાણા, રૂપકભાઇ બોહરા, કોન્સ્ટેબલ રવિરાજસિંહ વાળા, રણજીતભાઈ ધાધલ, સંજયભાઇ મકવાણા, રાજદેવસિંહ ચુડાસમા જયસુખભાઈ જીંજાળા વગેરે ફરજ પર રહ્યા હતા.