Sunday, March 23, 2025

રાજકોટ સહિતના ચોરી, લૂંટ, ધાડના ગુનાઓનો ભેદ ખુલ્યો, જામનગર LCBએ ગેંગના ૧૫માંથી ત્રણને પોલીસ કસ્ટડીમાં…..

અહેવાલ : જયેશ માંડવીયા

૩ રાજ્યમાં હાહાકાર મચાવનાર ૨૮ ગુના આચરનાર ગેંગ ઝડપાઈ.રાજકોટ સહિત ત્રણ રાજ્યોમાં ચોરી, લુંટ, ધાડ, અપહરણ જેવા ૨૮ જેટલા ગંભીર ગુના આચરનાર ગેંગના ત્રણ શખ્સોને જામનગર એલસીબીએ બાતમીના આધારે ઝડપી પાડયા હતાં. જેની પુછપરછમાં આ ગેંગના અન્ય ૧૨ સાગ્રીતોના નામ ખુલતાં પોલીસે તેમની શોધખોળ હાથ ધરી છે.

જ્યારે પોલીસે ઝડપાયેલા શખ્સો પાસેથી રૂા.૧૩.૧૬ લાખને મુદ્દામાલ કબજે કર્યો હતો.જાણવા મળતી વિગત મુજબ, જામનગર એસ.પી.પ્રેમસુખ ડેલુની સુચનાથી એલસીબી પીઆઈ વી.એમ.લગારીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.કે.કરમટા, પીએસઆઈ પી.એમ.મોરી,વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, ક્રિપાલસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, કિશોર પરમાર સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન જામનગરમાં સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં થયેલી ચોરીના ગુનામાં ફરાર આરોપી જામનગરમાં બીડીબંદર રોડ ઉપર મહાકાળી સર્કલ પાસે કાળા કલરની નંબર વગરની અર્ટીકા કાર લઈ કોઈ ગુનાને અંજામ આપવા માટે એકઠા થવાના હોય જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડી આરોપી રાજુ ઉર્ફે ગુડીયા, સુમલભાઈ પંચાલ, દિપક સુમલભાઈ પંચાલ અને પ્રભુ જવરસિંગ બધેલ (રહે.ત્રણેય ઘોટીયા દેવ તા.કુક્ષી મધ્યપ્રદેશ)ને ઝડપી લઈ તેમની પાસેથી રોકડા રૂપિયા ૧૦૬૦૦૦, મોબાઈલ નંગ૨ અર્ટીકા કાર મળી રૂા.૧૩.૧૬ લાખને મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીની પુછપરછમાં તેની ગેંગમાં અન્ય બાર શખ્સો હોવાનું ખુલવા પામ્યું હતું.

આરોપીઓએ જામનગર, રાજકોટ, ભૂજ સહિત અનેક જિલ્લા ઉપરાંત ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં અનેક સ્થળે ચોરી, લુંટ,ઘાડ, અપહરણ, વાહન ચોરી સહિતના ૨૮ જેટલા ગુના આચર્યા હોવાની કબુલાત આપી હતી. આરોપીઓ અલગ અલગ જિલ્લામાં રાત્રિ દરમિયાન મકાનના તાળા તોડી સોના ચાંદીના દાગી કિ.રૂા.૪૦ લાખ, રોકડા રૂા.૭ લાખ અને બાઈક, લેપટોપ મળી લુંટ અને ચોરીના ગુનાઓમાં અંદાજે ૫૦લાખથી વધુનો મુદ્દામાલ ચોરી કર્યો હોવાનું જણાવ્યું હતું.

પોલીસે ત્રણેય શખ્સોની ધરપકડ કરી આ ગેંગમાં જોડાયેલા અન્ય સંજય ભવરસિંગ પંચાલ, અનિલ ગુમાનભાઈ મકવાણા, રામસિંગ ઉર્ફે રામુ કાલુસિંગ અજનારી, સુખરામ, દિનેશ અલાવા, જિતેન્દ્ર, સંતોષ, રાહુલ સજ્જનભાઈ બધેલ, વિશાલ મંડલોઈ, પ્રદીપ, રાહુલ મંડુભાઈ બધેલ અને લાલુ ઉર્ફે લાલસિંગ ઈન્દ્રસિંગ મંડલોઈના નામ ખુલતાં તેમની શોધખોળ હાથ ધરી છે.

ઝડપાયેલા આરોપીઓ અગાઉ મધ્યપ્રદેશમાં લુંટ, ધાડ, દુષ્કર્મ, ચોરી, હત્યાની કોશિષ, હત્યા, આમ્સ એકટ સહિતના ૧૦ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યા હોવાનું જાણવા મળ્યું છે.

न्यू अपडेट
राशिफल
लाइव स्कोर
आज का मौसम

RELATED NEWS