Sunday, March 23, 2025

રાજકોટ બેઠક પર પરષોત્તમ રૂપાલા વિ ક્ષત્રિય વિવાદ વચ્ચે પરેશ ધાનાણી ચૂંટણી લડવા તૈયાર

 ગુજરાત લોકસભા ચૂંટણી 2024 દરમિયાન રુપાલા સામે ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રાજકોટ બેઠક પર કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી પરષોત્તમ રૂપાલા સામે ચૂંટણી લડવા તૈયાર થયા છે.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિયોની નારાજગી વચ્ચે ગુજરાત કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ મંગળવારે જણાવ્યું હતું કે, જો ભાજપ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાને ક્ષત્રિયો વિશેની ટિપ્પણીના વિરોધ છતાં તેમને રાજકોટ લોકસભા ઉમેદવાર તરીકે યથાવત રાખશે તો, તેઓ રાજકોટમાં ચૂંટણીના મેદાનમાં ઉતરશે.

અમરેલીમાં તેમના ઘરે યોજાયેલ રાજકોટના કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો સાથેની બેઠક બાદ મીડિયાને સંબોધતા વિરોધ પક્ષના નેતા ધાનાણીએ કહ્યું કે, રૂપાલાની ટિપ્પણી ભરચક દરબારમાં દ્રૌપદીના ચીરહરણની મહાભારતની કહાની વચ્ચે સમાનતા દર્શાવે છે.

ધાનાણીએ કહ્યું કે, તેઓ અને તેમની પાર્ટી ભીષ્મપિતામહ અને ગુરુ દ્રોણની જેમ ચૂપ રહી શકે નહીં, જ્યારે દ્રૌપદીની ગરિમાનું અપમાન થઈ રહ્યું હતું. કોંગ્રેસના નેતાએ જણાવ્યું હતું કે, ક્ષત્રિય મહિલાઓ છેલ્લા 15 દિવસથી વિરોધ કરી રહી છે અને ભાજપ પાસે રૂપાલાની ચૂંટણી ટિકિટ રદ કરવાની માંગ કરી રહી છે.

તેમણે ઉમેર્યું હતું કે, કાં તો રૂપાલાએ રેસમાંથી ખસી જવું જોઈએ અથવા તેમની પાર્ટીએ તેમનું નામાંકન રદ કરવું જોઈએ. તેમણે કહ્યું કે, જો ભાજપ મૌન રહેશે તો, રાજકોટ બેઠક પર રૂપાલાને પડકારવાની ફરજ મને પડશે.

ધાનાણીએ કહ્યું કે, “અમારી દીકરીઓને રસ્તા પર આવ્યાને 15 દિવસ થઈ ગયા છે. તેમ છતાં, ભીષ્મપિતામહ અને ગુરુ દ્રોણ ભારતીય જનતા પાર્ટીમાં નિષ્ક્રિય રીતે જોઈ રહ્યા છે. હું અહંકારી ભીષ્મપિતામહ અને ગુરુ દ્રોણને તેમનું મૌન તોડવા વિનંતી કરવા માંગુ છું. જો તમે આમ નહીં કરો તો, ચોક્કસ મહાભારતનું નવું યુદ્ધ ફાટી નીકળશે.

કોંગ્રેસ નેતાએ કહ્યું કે, “સહસ્ત્રો સૈનિકોની બનેલી સેના ભલે કૌરવો માટે લડી હશે, પરંતુ નીતિ, ધર્મ અને સત્ય (સિદ્ધાંત, ધર્મ અને સત્ય)ની જીત થઈ હતી. હું પ્રાર્થના કરું છું કે, રામ રાજ્યની મર્યાદા ઓળંગી ગયેલા અહંકારી નેતાઓ જાતે જ આપણી દીકરીઓની ગૌરવની લડાઈને સમર્થન આપે અને સ્વેચ્છાએ રાજકોટના યુદ્ધભૂમિમાંથી પાછા હટી જાય.’

તેમણે કહ્યું, ‘આ લોકો જાણીજોઈને આપણી દીકરીઓના ગૌરવને ઠેસ પહોંચાડે છે તેઓ રામરાજ્યની હદ વટાવી રહ્યા છે, જો તેઓ પાછળ હટશે નહીં અથવા તેમનું નેતૃત્વ તેમને નિઃશસ્ત્ર નહીં કરે, તો અમારા કાર્યકરો પરેશ ધાનાણી (ભાગવત) ગીતાનો સારાંશ સાંભળવા તૈયાર છે, જે તેમનું નવું યુદ્ધ મેદાન છે.” ધાનાણી એ ભગવાન કૃષ્ણને મહાભારતના યુદ્ધમાં તેમના નજીકના સંબંધીઓ સાથે લડવા માટે અર્જુનને નૈતિક હિંમત આપવાનો ઉલ્લેખ કરે છે.

અમરેલીમાં ભાજપના હાઈ-પ્રોફાઈલ રાજકારણીઓ માટે ધાનાણી એક નાસૂર સાબિત સાબિત થયા છે. 26 વર્ષની ઉંમરે, તેમણે 2002 માં નરેન્દ્ર મોદીના રાજ્ય કેબિનેટમાં કૃષિ પ્રધાન રહેલા ત્રણ વખતના ધારાસભ્ય રૂપાલાને હરાવ્યા હતા.

તેમણે 2012 માં આ જ મતવિસ્તારમાં ભાજપના અન્ય દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીને પણ હરાવ્યા હતા અને 2017 માં પૂર્વ મંત્રી બાવકુ ઉંધાડ ને હરાવીને આ બેઠક કોંગ્રેસ માટે જાળવી રાખી હતી. જોકે, ધાનાણી 2019ની લોકસભા અને 2022 ની વિધાનસભા ચૂંટણી હારી ગયા હતા.

રાજાઓ અને વિદેશી શાસકો વિશે રૂપાલાની કથિત વિવાદાસ્પદ ટિપ્પણી

રૂપાલાનો એક કથિત વીડિયો વાયરલ થયા બાદ માર્ચના છેલ્લા અઠવાડિયાથી ક્ષત્રિયો તેમનો વિરોધ કરી રહ્યા છે. દલિતોની સભાને સંબોધતા રૂપાલા કહેતા સાંભળવા મળે છે કે, રાજાઓ વિદેશી શાસકો સામે ઝુક્યા હતા અને તેમની સાથે રોટી-બેટીનો વ્યવહાર કરીને તેમની સાથે મૈત્રીપૂર્ણ સંબંધો જાળવી રાખતા હતા.

ધાનાણીએ કહ્યું કે, આ ટીપ્પણી કૌરવોએ લોકોથી ભરેલા દરબારમાં દ્રૌપદીને બરબાદ કરવા સમાન હતી, જે આખરે મહાભારતના યુદ્ધ તરફ દોરી જશે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, તેઓ અને તેમની પાર્ટી હવે ચૂપ રહી શકે નહીં.

ધાનાણીએ કહ્યું કે, “જ્યારે એક અબલા (લાચાર સ્ત્રી, અહીં દ્રૌપદી) ના સન્માનને ઠેસ પહોંચાડવામાં આવી રહી હતી, ત્યારે શક્તિશાળી ભીષ્મપિતામહ અને ગુરુ દ્રોણે પણ યુદ્ધના મેદાનમાં (કુરુક્ષેત્ર) મૌનની કિંમત ચૂકવવી પડી હતી. એક જવાબદાર વિપક્ષ (પક્ષ), કોંગ્રેસની નેતાગીરી તથા રાજકોટના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની લાગણી સાથે મારા જ પરિવારમાં ઉછરી રહેલી બે દીકરીઓને જોઈને મને સ્પષ્ટપણે લાગે છે કે, આ ચૂપ રહી સહન કરવાની વાત નથી.”

તેમણે કહ્યું કે, “હું તમને ખાતરી આપું છું કે હું, મારો રાજકોટ પરિવાર અને કોંગ્રેસ નેતૃત્વ એ ભૂલનું પુનરાવર્તન નહીં કરે, જે શક્તિશાળી ભીષ્મપિતામહ અને ગુરુ દ્રોણે જ્યારે મહિલાની નમ્રતાનું અપમાન થતું હોય ત્યારે મૌન રહીને કર્યું હતું.”

રાજકોટમાં 7 મેના રોજ ચૂંટણી છે અને ભાજપે જાહેરાત કરી છે કે, રૂપાલા 16 એપ્રિલે ઉમેદવારી નોંધાવશે. તે 2002 ની હાર બાદ પ્રથમ વખત સીધી ચૂંટણી લડી રહ્યા છે. 69 વર્ષીય અમરેલીના રહેવાસી અને ભાજપના કદાવર નેતાએ તેમની ટિપ્પણી માટે બે વખત માફી માંગી હોવા છતાં, ક્ષત્રિયોએ તેમનો વિરોધ ચાલુ રાખ્યો છે. આ દરમિયાન કોંગ્રેસ રાજકોટ લોકસભા બેઠક માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી શકી નથી.

કોંગ્રેસને સૌરાષ્ટ્રમાં મોટી લીડની અપેક્ષા છે

ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા, 47 વર્ષીય ધાનાણીએ કહ્યું કે, તેમણે અંગત કારણોસર લોકસભાની ચૂંટણીથી દુર રહેવાનું પસંદ કર્યુ છે. “એક રાજકારણી હોવા ઉપરાંત, હું બે પુત્રીઓનો પિતા પણ છું અને મારા પરિવારને મારી જરૂર છે. તેથી, મેં કોંગ્રેસ નેતૃત્વને વિનંતી કરી હતી કે, હું પાર્ટીના ઉમેદવારોને સમર્થન આપીશ અને તેમના માટે કામ જરૂર કરીશ.

પરંતુ રાજકોટના એપિસોડે ચૂંટણીનો માહોલ બદલી નાખ્યો છે અને તેનો પડઘો ગુજરાતની બહાર પણ સંભળાઈ રહ્યો છે કારણ કે, દીકરીઓ તો દીકરી જ હોય ​​છે, જેને જાતિ, ધર્મથી જોવી જોઈએ નહીં. તેથી મેં રાજકોટમાં કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોને ખાતરી આપી હતી કે, હું તેમની સાથે જ રહીશ.

પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ લલિત કગથરા અને પાર્ટીના રાજકોટ શહેર પ્રમુખ અતુલ રાજાણી એક ડઝનથી વધુ નેતાઓમાં સામેલ હતા, જેમણે ધાનાણીને રાજકોટથી લોકસભાની ચૂંટણી લડવા માટે મનાવવા માટે તેમના ઘરે મુલાકાત લીધી હતી.

આ પણ વાંચો – પરષોત્તમ રુપાલા vs ક્ષત્રિય સમાજ વિવાદ, રાજકારણ અને આંતરિક જૂથવાદ, એક બીજા સાથે છે ગાઢ સંબંધ

લલીત કગથરાએ કહ્યું કે, “અમે અંગત કારણોસર લોકસભાની ચૂંટણી ન લડવાના ધાનાણીના નિર્ણયને માન આપીએ છીએ, પરંતુ તેમણે પક્ષના કાર્યકરોની લાગણીની કદર કરી અને સંમત થયા કે, જો ભાજપ રૂપાલાને રાજકોટ બેઠક માટે તેના ઉમેદવાર તરીકે સમર્થન આપશે, અને પહેલ કરશે તો, તેમણે ભાજપના નેતાને અહીંથી પડકાર આપવો જોઈએ.” તેમણે કહ્યું કે, “જો ધાનાણી રાજકોટમાં ચૂંટણી લડે છે, તો તેની સૌરાષ્ટ્ર પ્રદેશની તમામ સાત લોકસભા બેઠકો પર કોંગ્રેસની સંભાવનાઓ પર સકારાત્મક અસર પડશે.”

न्यू अपडेट
राशिफल
लाइव स्कोर
आज का मौसम

RELATED NEWS