Saturday, March 15, 2025

રાજકોટના નવનિર્મીત ઈન્ટરનેશનલ હીરાસર ઍરપોર્ટની પહેલા જ ચોમાસે તૂટી કેનોપી…

અહેવાલ : જયેશ માંડવીયા

ચોમાસાની શરુઆતમાં હીરાસર એરપોર્ટ પરની નબળા બાંધકામની પોલ ખુલી. રાજકોટના હીરાસર એરપોર્ટ પર મોટી દુર્ગટના ટળી,એરપોર્ટ પર આવેલી કેનોપી અચાનક તૂટી પડી હતી. જો કે સદનસીબે પેસેન્જર પેસેજમાં કોઈ પેસેન્જર ન હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી.

મળતી માહિતી પ્રમાણે આ કેનોપી પ્લાસ્ટિકની બની હતી. ઘટના બનતાની સાથે જ એરપોર્ટ ઓથોરિટીએ કાટમાળ દૂર કરવાની કામગીરી કરી રહ્યી છે. હીરાસર એરપોર્ટ શરુઆતથી જ સતત વિવાદોમાં રહ્યુ છે. આ અગાઉ પણ એરપોર્ટમાં પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાનું સામે આવ્યુ હતુ. જેમાં મુસાફરોને બેસવા માટે યોગ્ય સુવિધા ન હોવી. તેમજ ટોયલેટ બ્લોકમાં પાણી ન હોવુ, રનવે પર પશુ આવી જવા સહિતના વિવાદ સામે આવ્યા હતા ચોમાસાની શરુઆતમાં જ પ્રકારની દિલ્લી જેવા દ્રશ્યો સર્જાતા તંત્ર પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે,

હીરાસર એરપોર્ટ પર દિલ્લી જેવી મોટી દુર્ઘટના ટળી છે. ત્યારે આ ઘટના અંગે રાજકોટના કલેકટરે પણ નિવેદન આપ્યુ છે. રાજકોટ જિલ્લાના કલેકટરે નિવેદન આપતા જણાવ્યુ કે આ પેસેન્જર પેસેજમાં હંગામી શેડ લગાવવામાં આવ્યો છે. તેમજ આ અંગે વધારે માહિતી એરપોર્ટ ઓથોરિટીને પુછો.

પરંતુ આ દુર્ઘટનામાં કોઈ પણ વ્યક્તિને કંઈ થયુ હોત કોણી જવાબદારી સહિતના સવાલો ઉભા થયા છે.

न्यू अपडेट
राशिफल
लाइव स्कोर
आज का मौसम

RELATED NEWS