Saturday, March 15, 2025

ભૂખ્યાને ભોજન, તરસ્યા ને પાણી , એજ પ્રભુ સેવા…..

અહેવાલ : જયેશ માંડવીયા

જન સમૃદ્ધિ ફાઉંડેશન દ્વારા ગરીબ બાળકોને ગરમાગરમ પોષ્ટીક આહાર પીરસવામાં આવ્યું.આપણા હિન્દુ ધર્મ માં અન્ન દાન નું પુણ્ય બહું મોટું દાન કહેવામાં આવ્યું છે,જન સમૃદ્ધિ ફાઉંડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત આજરોજ ગરીબ પરિવારોને પોષ્ટીક ગરમાગરમ આહાર ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

જેમાં જન સમૃદ્ધિ ફાઉંડેશન ચેરિટેબલ ટ્રસ્ટના સંસ્થાપક ભાવનાબેન જોશી તેમજ સમગ્ર ટીમે ગરીબ બાળકોને,વય વુધ્ધ વડિલોને ગરમાગરમ પોષ્ટીક આહારમાં પુલાવ તેમજ ઠડી છાશ નું ભોજન જમાડવામાં આવ્યું હતું આ કાર્યક્રમ સુખરાય મહાદેવ ના પ્રાંગણ વસ્ત્રાલ ખાતે આયોજીત આજરોજ કરવામાં આવ્યો હતો.

જેમાં ભાવનાબેન જોશી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જન સમૃદ્ધિ ફાઉંડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અબોલ જીવ પશું પક્ષીઓને, ચબુતરાઓ ચણ નાખવામાં આવે છે ગરીબ બાળકોને કપડાં, ભોજન વિતરણ કરવામાં આવે છે જીવ માત્ર ની સેવાઓ નાં સાર્થક સુત્ર સાથે સમાજ સેવા કાર્ય કરવા માટે પ્રેરિત છીંએ આજના ભોજન વિતરણ કરાયું હતું જેમાં સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી સફળ બનાવ્યું હતું

न्यू अपडेट
राशिफल
लाइव स्कोर
आज का मौसम

RELATED NEWS