Sunday, March 23, 2025

ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે વિશ્વ ડ્રગ વિરોધી દિનની ઉજવણીને પગલે વિશાળ રેલી યોજાઇ,આંતરરાષ્ટ્રીય વિશ્વ એન્ટી ડ્રગ દિવસની ઉજવણી…

અહેવાલ : જયેશ માંડવીયા

રાજકોટ: જિલ્લાના ધોરાજી સીટી પોલીસ સ્ટેશને આંતરરાષ્ટ્રીય વિશ્વ એન્ટી ડ્રગ દિવસની ઉજવણી થઈ હતી. ગ્રામ્ય નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠૌડના માર્ગદર્શન હેઠળ ધોરાજી કોર્ટના ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ એસ. ડબલ્યુ વાઘની અધ્યક્ષતામાં નશામુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં જજ પી.બી. ગામીત, ધોરાજી પ્રાંત અધિકારી જયેશ એન. લિખીયા, ધોરાજી સરકારી હોસ્પીટલ ધોરાજીના અધિક્ષક જયેશ વસેટીયન, જેતપુર ડિવીઝન નાયબ પોલીસ અધિક્ષક આર.એ. ડોડીયા, ધોરાજી કોર્ટના સરકારી વકીલ કાર્તિકેય પારેખ, ધોરાજી સીટી પોલીસ ઈન્સ્પેકટર આર.જે. ગોધમ, એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેકટર એફ.એ. પારઘી ઉપસ્થિત રહ્યા હતા.

જેમાં આજુબાજુમાં આવેલી 15 જેટલી શાળાઓના 1500 જેટલા વિદ્યાર્થીઓ તથા સંચાલકો જોડાયા હતા. ધોરાજી કોર્ટના ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ દ્વારા વિદ્યાર્થીઓને જીવનમાં કયારેય નશો ન કરવા માટેની વાત કરી હતી અને પરિવારમાં પણ જો કોઇ સભ્ય નશાની આદત ધરાવતા હોય તો તેઓને નશામુકત કરવા જરૂરી સલાહ-સૂચનો પૂરાં પાડવામાં આવ્યા હતા.

न्यू अपडेट
राशिफल
लाइव स्कोर
आज का मौसम

RELATED NEWS