અહેવાલ : જયેશ માંડવીયા
ઓનલાઇન છેતરપીંડીના બનાવોમાં સીઆઇડી ક્રાંઈમ અને સાયબર ક્રાઇમ સહિતની એજન્સીઓ દ્વારા આડે ધડ એકાઉન્ટ ફીઝ કરવામાં આવતા હોય, ત્યારે આ બાબતે ડીજીપી વિકાસ સહાય દ્વારા તમામ એજન્સીઓને બેંક એકાઉન્ટ ફીઝ કરવાની કાર્યવાહી બાબતે સુચના આપી આડધેડ ફીઝ કરાતા બેંક એકાઉન્ટ હવે કારણ વિના બંધ નહીં કરવા જણાવ્યું છે.

જેમાં સાયબર ફોડની રકમ જે તે એકાઉન્ટમાં ગઈ હોય તો એકાઉન્ટ ફીઝ કરવાને બદલે આવી શંકાસ્પદ રકમ ફ્રીઝ કરવાનું સૂચન કરાયું છે. ગઠિયાઓ દ્વારા આવી રકમ મલ્ટી ટ્રાન્જેક્શન કરીને જુદા જુદા એકાઉન્ટમાં ફેરવી દેતા હોય છે ત્યારે ડીજીપીએ આવા ૩ લેયર સુધીની તપાસ કરીને તેમાં ૫ લાખથી ઓછાના ફ્રોડમાં શંકાસ્પદ રકમ(લિયન એમાઉન્ટ) જ ફીઝ કરવાની સૂચના આપી છે જ્યારે ૫ લાખની વધુના ફ્રોડમાં ત્રણેય લેયરની સંપૂર્ણ એમાઉન્ટ ફીઝ કરવાની રહેશે, પરંતુ તથ્યો ધ્યાને લઇને અનફીઝ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવા સૂચન કર્યા છે.
ઘણા કિસ્સામાં જે ખાતેદાર અજાણ હોય તો પણ તેમના ખાતા પણ ફીઝ થતા હતા. ચાલાક ગઠિયાઓ જેને ટાર્ગેટ કરે તેની પાસેથી ઓનલાઈન ટ્રાન્જેકેશન બીજા ટાર્ગેટના ખાતામાં કરાવતા હોય છે. આ પરિસ્થિતિમાં તો ભોગ બનનારનું પણ એકાઉન્ટ ફીઝ થઇ ગયું હતું.
આ બાબત ડીજીપીના ધ્યાને આવતાં તેમણે સાયબર ફોડના કિસ્સામાં લેયર ૧થી ૩ના ખાતેદાર જો અગાઉ કોઇ નાણાંકીય ફ્રોડમાં સંડોવાયેલા ન હોય અને ફ્રોડની રકમ પાંચ લાખથી ઓછી હોય તો આવા ખાતેદારની માત્ર લિયન એમાઉન્ટ જ ફીઝ કરવાની રહેશે.
નિર્દોષ લોકો પરેશાન ન થાય તે માટે નિર્ણય લેવાયોઃ વિકાસ સહાય કોઇ પણ ફ્રોડમાં લિયન એમાઉન્ટને ફ્રીઝ કરીને તપાસ કરવાથી એજન્સીને પણ સરળતા રહે અને ખાતેદારની પણ કોઇ ફરિયાદ રહે નહીં. આ ઉપરાંત તપાસ દરમિયાન ફ્રીઝ કરી દેવાયેલા એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે પણ ખૂબ જ રજૂઆતો આવતી હતી. જેને પગલે આ લિયન એમાઉન્ટ ફીઝ કરવાનો નિર્ણય લેવાયો છે. સાયબર ફ્રોડ કરનાર સામે કડક પગલાં લેવાશે જ્યારે નિર્દોષ લોકો પરેશાન થાય નહીં તેની પણ તકેદારી રખાશે.