અહેવાલ : જયેશ માંડવીયા
ખાણ ખનીજ વિભાગના દ્વારા
આણંદપર ૪ હાઇવા ડમ્પર અને એક હીટાચી મશીન ને સીલ કરવામાં આવ્યા

આણંદપર ગામમાં છેલ્લા ઘણા સમયથી ખનીજ ચોરી થઈ રહી હતી તેમની જાણ મીડિયાને થતા મીડિયાએ અનેક વખત અહેવાલ પ્રસ્થાપીત કર્યા છતાં પણ ખનીજ માફિયાઓના પેટમાં પાણી પણ ના હલ્યુ, મીડિયા કર્મચારી દ્વારા મામલતદાર ને ખનીજ ચોરી થઈ રહી છે તે બાબતનું આવેદનપત્ર પણ આપ્યું હતું અને જામનગર ખનીજ ખાતાના જવાબદાર અધિકારીને પણ થોડા દિવસો પહેલા જાણ કરેલ હતી. તેમ છતાં પણ ખનીજ માફિયાઓને જાણે કે કોઈ અધિકારીઓનો ડર જ ના હોય તે રીતે ખનીજ ચોરીનું કામ ચાલુ .
ગત તારીખ ૨૨-૦૬-૨૦૨૪ ને શનિવારની રાત્રિના લગભગ આશરે 12:00 વાગ્યાની આસપાસમાં સીટી રિપોર્ટ ન્યુઝના સબ-એડિટર દ્વારા જામનગર જિલ્લાના ખાણ ખનીજ અધિકારીને આણંદપર ગામમાં ખનીજ ચોરી થઈ રહી છે તેમની જાણ કરતા તુરંત જ ખાણ ખનીજ વિભાગના અધિકારી એ બી વાઢેર સાહેબ (માઈન્સ સુપર વાઇઝર) તેમજ તેઓની ટીમ આણંદપર ગામે આવી પહોંચ્યા અને ૪ હાઇવા ડમ્પર અને એક હીટાચી મશીન ને સીલ કરી દેવામાં આવ્યા.
હવે જોવું તે રહ્યું કે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા મશીનો તો સીલ કરી દેવામાં આવ્યા પણ હવે ખનીજ અધિકારીઓ દ્વારા ખનીજ માફિયા ઉપર શું એક્શન લેવામાં આવશે તે જોવું રહ્યું.